શા માટે ધીમો (સ્લો) યોગ કરવો ?

આજે, યોગ જરૂરીયાત પ્રમાણે ઉપલબ્ધ છે, જેમ કે પાવર યોગ,ડાંસ યોગ,એરોબિક યોગ પરંતુ પરંપરાગત રીતે, યોગ વૈદિક ગુરુ (શિક્ષક) દ્વારા કુટુંબને સૂચવવામાં આવતું હતું, જેનું કામ બાળકોને વૈદિક જીવનશૈલીના માર્ગ શીખવવાનું હતું. આમાં અલબત્ત યોગ, શ્વાસ અને ધ્યાનની પદ્ધતિઓ શામેલ છે, પરંતુ વૈદિક યોગ જ્ઞાન સાથે ઘણું બીજુ બધુ પણ શીખવાનું રેહતું જેમકે વ્યવસાય, લગ્ન અને જીવનમાં કેવી રીતે સફળ થવું તે વિશેના પાઠ પણ હતા.

રસપ્રદ વાત એ છે કે, ગ્રુપ યોગ વર્ગની શૈલીને બદલે યોગ મુદ્રાઓ,આસન,પ્રાણાયામ વ્યક્તિગત રૂપે સૂચવવામાં આવતી હતી. પ્રત્યેક મુદ્રા કે આસન માં એક ધ્યાનમાં જવું અને ઓછામાં ઓછું 2 મિનિટ સુધી જાળવી રાખવુ , અને કેટલા લાંબા સમય સુધી સાચવી રાખવું. આ લાંબા સમય સુધી સંચાલિત યોગ આસન ના લાભો ઘણા છે, જે ફાસ્ટ યોગ કરવા કરતાં વધુ ઊંડા છે.

two young healthcare workers meditation during break to release work pressure

હું ગ્રુપ  યોગ વર્ગોનો બિલકુલ વિરોધ કરતો નથી – હકીકતમાં, મને લાગે છે કે તે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમ છતાં, મને લાગે છે કે આપણે આ પરંપરાગત યોગ ની પદ્ધતિ જે ધીમે લાંબા સમય સુધી આસન પકડી ને યોગનો કેવી રીતે અભ્યાસ કરી શકાય તે વિશે આપણે મૂલ્યવાન સમજ મેળવી શકીએ છીએ. લાંબા સમયથી હઠ યોગની પરંપરા પાછળના તર્ક અને જાદુ પર વિચાર કરતાં આ લેખ લખાયો .

આટલા લાંબા સમય સુધી શા માટે?  કુંડલિની વિદ્યા માં સૂક્ષ્મ ઉર્જા ચેનલો – અથવા નાડીઓ – દ્વારા કરોડરજ્જુના આધારથી મસ્તકની ટોચ પરના સહસ્રબિંદુ સુધી કુંડલિની ઉર્જાના પ્રવાહને માર્ગદર્શન આપવાના દ્રષ્ટિકોણથી યોગનો અભ્યાસ થાય છે. યોગ મુદ્રાઓ આસન આ યાત્રાને કરોડરજ્જુ તરફ દોરે છે, પરંતુ દરેક આસન માં શ્વાસ અને ધ્યાન સાથે જોડાયેલા પૂરતા સમય વિના, આ પ્રવાસ અધૂરો છે .

રોજ ના તણાવ, નબળો આહાર, હલનચલનનો અભાવ, વૃદ્ધત્વ અને લાગણીઓના પરિણામે શરીરમાં પાર્થિવતા નિર્માણ થાય છે. જેનાથી  શરીર ખૂબ જ સખત અને કઠોર બને છે. શરીરની જીવનશક્તિ અથવા પ્રાણ, જે શરીરના દરેક કોષમાં પ્રવાહી ગતી થી ફરે છે, પાર્થિવતા ધારવતા શરીરમાં તે પ્રવાહી રીતે ફરી શકતું નથી. યોગ આસનનો એક હેતુ એ છે કે શરીરની પાર્થિવતા ,ઘનતાને તોડવામાં મદદ કરવી ,આના થી  પ્રાણશકતી  વધુ મુક્તપણે વહી શકે છે. આવું થવા માટે, આસન માં સમયની વિસ્તૃત અવધિ રાખવી જરૂરી છે. આ આસન ને લાંબા સમય સુધી પકડી ને ધીમો યોગ કરવાનું કારણ છે.

આસન માં લાંબા હોલ્ડ્સ સ્નાયુઓને આરામ કરવા માટે પરવાનગી આપે છે. જો તમે માત્ર 15-30 સેકંડ માટે આસન પકડી રાખો છો, તો કંડરા – જોડાણો જ્યાં સ્નાયુઓ અસ્થિ સાથે જોડાય છે. જો આસન માં 2 મિનિટ અથવા તેથી વધુ સમય માટે રાખવામાં આવે છે, તો સ્નાયુ માં લોહી વધુ મડે – અને તેની સાથે લવચીકતા પણ વધે  – સ્નાયુ છૂટા પડે અને લંબાઈ વધે. સ્નાયુની લંબાઇ વધવાથી શરીર માં વધુ કાયમી સ્વરૂપ લવચીકતા અને સુગમતા આવે છે. સ્નાયુઓની સુગમતાની સ્થિતિ સાથે, પ્રાણ શક્તિ શરીરમાં રહેલા સૂક્ષ્મ માનસિક, ભાવનાત્મક અને પાર્થિવ બ્લોક્સને તોડવાનું કાર્ય શરૂ કરી શકે છે. એકવાર પ્રાણ શક્તિ મુક્ત રૂપે વહવાનું શરૂ થાય , તે સૂક્ષ્મ ઉર્જા વાહક પ્રણાલીને સક્રિય કરે છે જેને યોગ માં નાડી સિસ્ટમ કહેવામાં આવે છે.

આયુર્વેદ અને યોગિક ફિલસૂફી અનુસાર શરીરમાં 72,000 નાડીઓ અથવા સૂક્ષ્મ ઉર્જા ચેનલો છે. રસપ્રદ વાત એ છે કે આ સૂક્ષ્મ ચેનલો શરીરમાં અસ્તિત્વમાં નથી જ્યા સુધી કોઈ પ્રાણશક્તિ તેમાં પ્રવેશ કરે નહીં. સમયની વિસ્તૃત અવધિ માટે યોગ આસન ને પકડી રાખવું એ કુંડલિનીને વધુ સીધા અને પરિપૂર્ણ નાડી માં રીડાયરેક્ટ કરવું જરૂરી છે. ધીમો (સ્લો) યોગ પ્રાણને ફિઝિયોલોજીના બ્લોક્સને તોડવા અને આગળ વધવા માટે પૂરતો સમય આપે છે. ધીરે ધીરે લાંબા યોગા દરમિયાન પ્રાણ ગતિ શરૂ થાય  છે, તે નાડી પ્રણાલીને સક્રિય કરી શકે છે જે  જાગૃતિ, શુદ્ધિકરણ અને આધ્યાત્મિક પ્રગતિ લાવી શકે છે. પછી પ્રાણની ગતિ વધારવા અને નાડી પ્રણાલીને વધુ સક્રિય કરવા માટે શ્વાસ અથવા પ્રાણાયામ કસરતોનો ઉપયોગ કરવામાં આવે છે. ધ્યાન, જે પ્રક્રિયામાં અંતિમ પગલું છે તે મનને સ્થિર કરે છે, જાગરૂકતા વધારે છે

આ રીતે ધીમો (સ્લો) યોગ જે  યીન યોગ,રેસ્ટોરટિવે યોગ અને હઠ  યોગના અન્ય સ્વરૂપો માં જોવા મળે છે ભલે સરળ અથવા ધીમું લાગે છે તે બધાં “સામાન્ય યોગ” નથી. તે ખૂબ જ શક્તિશાળી વળતર આપે છે, કારણ કે સાદગીમાં વણાયેલા આ યોગ માં અતિ ગહન શક્તિ છે.

સ્લો યોગ કોર્સ ની વધુ માહિતી માટે whatsapp 8369163778, www.ayumd.com[bookly-form category_id=”9″ service_id=”8″ staff_member_id=”2″ hide=”date,week_days,time_range”]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *